IPL 2023 ની સિઝન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ સાથે શરૂ થઈ. ગુજરાત ટાઇટન્સની ટીમે ચેન્નાઇ સામેની મેચ પણ શાનદાર રીતે 5 વિકેટે જીતી લીધી હતી અને પોઈન્ટ ટેબલ પર પોતાનું ખાતું પણ ખોલવામાં સફળ રહી હતી. 179 રનના લક્ષ્યનો પીછો કરતા શુભમન ગીલે 63, વિજય શંકરે 27 અને રાશિદ ખાને 10 રન બનાવ્યા હતા.
હાલ CSK ટિમ નો એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ નાસ્તાની મજા માણતી દેખાઈ છે. ટીમ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ સાથે નાસ્તાની મજા લેતા જોવા મળ્યો હતો. ટીમ ફિઝિયો, દીપક ચહર, બેન સ્ટોક્સ, ડેવોન કોનવે અને અન્ય ખેલાડીઓ પણ ધોની સાથે નાસ્તો કરતા જોવા મળ્યા હતા. તમામ લોકો નાસ્તામાં જલેબી, ફાફડા, ગાંઠિયા ખાતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો પણ CSK દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
ગત સિઝનમાં ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. 179 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ ટીમ માટે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની ઓપનિંગ જોડી મેદાનમાં આવી હતી, જેમાં બંને વચ્ચે પહેલી વિકેટ માટે 37 રનની ભાગીદારી જોવા મળી હતી, જેમાં સાહાએ 25 રન બનાવ્યા હતા. 16 બોલ. રમીને પેવેલિયન પરત ફર્યો. તે જ સમયે, શુભમન ગિલે સાઈ સુદર્શન સાથે મળીને બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને ટીમની સ્થિતિને સંપૂર્ણપણે મજબૂત બનાવવાનું કામ કર્યું હતું.
Leave a Reply
View Comments