BAPS સંસ્થા દ્વારા ગુજરાતના અમદાવાદ ખાતે પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય-દિવ્ય અને નવ્ય ઉત્સવ ના ઉદઘાટન માં વડાપ્રધાન મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ હાજરી આપી હતી.
BAPS સંસ્થા નું મેનેજમેન્ટ, વ્યવસ્થા અને ટેકનોલોજીનો ઉપયોગ જોઈને વડાપ્રધાન સહીત દેશ વિદેશના તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
View this post on Instagram
તમામ લોકો માટે સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે પ્રમુખ સ્વામી મહારાજ નગરના મુખ્ય પ્રવેશ દ્વારના ઉદઘાટન માટે સ્ટેજ પર બેસેલા મહાનુભાવોને ચાલીને ન જવું પડે તે માટે સ્ટેજ જ રેડ કાર્પેટ પર આગળ વધવા લાગ્યું હતું. જેને જોઈને તમામ લોકો દંગ રહી ગયા હતા.
રેડ કાર્પેટ સ્ટેજ પર આગળ વધે એવી ટેકનોલોજીની અદભુત વ્યવસ્થા કરવામાં આવી. આ અનોખુ સ્ટેજ જોઈને બધા લોકો વિચારતા જ રહી ગયા. આ એતિહાસિક ઘડી એ તમામ લોકો ને સ્તબ્ધ કરી દીધા હતા.
આ ભવ્ય કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો એ પણ હાજરી આપી હતી. જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર, હાર્દિક પટેલ, અમિત પી. શાહ, કૌશિક જૈન, જીતુ વાઘાણી, પંકજ દેસાઈ અને અમિત ઠાકર સહીત લોકો હાજર રહ્યા હતા.. તેમજ સાથે સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ પણ સ્થળ પર આવી ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ હાજર રહ્યા હતા.
Leave a Reply
View Comments