લો…બોલો…ગુજરાતના મુખ્યમંત્રી ને ભેટ મોકલવામાં આવ્યા ટામેટા. આપણે સૌ જાણીયે છીએ કે હાલ ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. ટામેટાના ભાવ ગરીબો અને મધ્યમવર્ગની પહોંચ બહાર નીકળી ગયા હોઈ તેવું લાગી રહ્યું છે.
ચોંકાવનારી વાત એ સામે છે કે મુખ્યમંત્રીને આ રીતે કોઈએ ભેટ મોકલી હોય તેવું પહેલીવાર જ જોવા મળ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં. જોકે અહીં આપને જણાવી દઈએ કે આ ભેટ મુખ્યમંત્રીને કોંગ્રેસ તરફથી મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એમેઝોન પરથી ભેટમાં આવ્યા 2 કિલો ટામેટા. ગરીબો અને મધ્યમવર્ગની પહોંચ બહાર નીકળી ગયેલા 156 રૂપિયે કિલો મળતા ટામેટા ગુજરાતના મુખ્યમંત્રીને એમેઝોન દ્વારા ભેટ મોકલવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરીને મુખ્યમંત્રી સુધી આ ટામેટા પહોંચાડવામાં આવ્યા છે.
View this post on Instagram
ટામેટા ના ભાવ આજ કાલ બહુજ વધી રહ્યા છે અને તે માટે જ આ કોઈ ભેટ નહીં પણ મોંઘવારીના પ્રશ્નને લઇ એક અલગ રીતે મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા વિપક્ષ અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બે કિલો ટામેટા મોકલ્યા
Leave a Reply
View Comments