અરે… કોકીલા ની ગોપી વહુએ ગુપચુપ કરી લીધા લગ્ન, જુઓ કોને બનાવ્યો પોતાનો હમસફર…

surties

ગોપી વહુ થી પ્રખ્યાત બનેલી ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી લાગરાં ગ્રંથિથી જોડાઈ ગઈ છે. તેણે જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા છે. આ દરમિયાન અભિનેત્રીના લગ્ન પછીની સેરેમનીનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

surties

દેવોલિના ભટ્ટાચારીએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા શેર કર્યા છે. અભિનેત્રી તેને પ્રેમથી શોનુ કહીને બોલાવે છે. તેના બ્રાઈડલ લૂકમાં અભિનેત્રીએ તેના પતિ સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ‘બિગ બોસ 13’ સ્પર્ધક દેવોલીનાએ જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે મુંબઈના લોનાવલામાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અત્યારે હવે દરેક લોકો દેવોલીનાના પતિ શાહનવાઝ વિશે જાણવા માંગે છે. વાસ્તવમાં દેવોલીનાના પતિ શાહનવાઝ શેખ ફિટનેસ ટ્રેનર છે, તે સેલિબ્રિટીઝને એક્સરસાઇઝ પણ કરાવે છે. દેવોલિના અને શાહનવાઝ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને હવે તેઓએ લગ્ન કરી લીધા છે.