ધ નાઈટ મેનેજર – ૨૦૧૬માં આવેલી બ્રિટિશ ટેલિવિઝન સિરીઝ અને જોન લી કેર ની નવલકથા ધ નાઈટ મેનેજર ઉપર થી બનેલી આપણી ઇન્ડિયન વેબ સિરીઝ.
સુષ્મિતા સેન ની આર્યા નામની વેબ સિરીઝ લખી ચૂકેલા સંદીપ મોદીએ આ સિરીઝનું ઇન્ડિયન એડોપશન કર્યું છે.અને સિરીઝના એન્ટગોનિસ્ટ એટલેકે વિલન તરીકે તેમણે અનિલ કપૂર ને અને હીરો તરીકે આદિત્ય રોય કપૂરને લીધા છે.
આ સિરીઝ ને રિલીઝ કરવા ડિઝની હોટ સ્ટારે ક્રિમિનલ જસ્ટિસ જેવી સિમિલર માર્કેટિંગ સ્ટ્રેટેજી વાપરી છે.ક્રિમિનલ જસ્ટિસની છેલ્લી સિરીઝ માં તેમણે દર અઠવાડિયે સીરિયલના એપિસોડની જેમ એક એક એપિસોડ રિલીઝ કર્યા હતા.ધ નાઈટ મેનેજરમાં તેમણે ફેબ્રુઆરીમાં ૪ એપિસોડ જ રિલીઝ કરીને આપણને ઉત્કંઠા જગાડી રાખી હતી કે આગળ શું થશે???
પણ જે પહેલા ૪ એપિસોડ હતા એ ઉત્કંઠા હમણાં રિલીઝ થયેલા બાકીના એપિસોડ્સમાં ઓછી થઇ જાય છે.કારણકે સિરીઝ ની પકડ આપણાં માનસપટ પર વાસી થાળી ની જેમ ઓછી થઇ ગયેલી હોય છે.તમે જ વિચારો,ઉત્કંઠા સાથે ૪ મહિના કોણ રાહ જુએ?
તે છતાં આ સિરીઝ અનિલ કપૂરને ગૅન્ગસ્ટરના રોલમાં ઢાંસુ બતાવવા ની જગ્યા એ ઘણી જગા એ ઓરીજીનલ અનિલ કપૂર ની ઝકાસ ઈમેજમાં ઢાળી દેતું હોય એવું લાગ્યા કરે છે. શૈલી રૂંગટા તરીકે ઘણા બધા સીન્સમાં ડેન્જર દેખાતા અનિલદા ઘણા બધા સીનમાં હમણાં ઝકાસ બોલી પડશે એવું લાગ્યા કરે.
ઇન્ટેન્સ રોલ્સ માટે આદિત્ય કપૂર શ્રેષ્ઠ ચોઈસ છે અને એ મોહિત સુરી સાહેબે સાબિત કરી દીધેલું આશિકી ૨ થી.ધ નાઈટ મેનેજર ના મુખ્ય કિરદારમાં આદિત્ય જોરદાર અભિનય કરી ગયો.તેની અદા,હાવભાવ,આંખો બધું જ સતત બોલતું હોય એ ભાવ સાથે તેણે પોતાની જવાબદારી નિભાવી છે.
વર્ષો પછી રવિ બહલ (બુગી વુગી વાળો) શૈલીના પાર્ટનર તરીકે જોરદાર પાત્રને આત્મસાત કરી ગયા.સાથે શાશ્વત ચેટર્જી (કહાની નો lic એજન્ટ) નાનકડા રોલમાં પણ કાબિલ એ દાદ અભિનય કરી ગયા.કાવેરી રૂંગટા તરીકે શોભિતા ધૂલિપાલા એ કઈ ખાસ કરવાનું આવ્યું નથી.
પણ અનિલ કપૂર અને આદિત્ય સિવાય સિરીઝ ની જો કોઈ જાન હોય તો એ છે IB ના ઓફિસર લીપિકા સાકીયા નો રોલ કરનાર અભિનેત્રી તિલોત્તમા શોમે.પ્રેગ્નન્ટ IB ઓફિસર તરીકે તિલોત્તમાએ કમાલ કરી નાખી છે.એક એક સીન્સમાં તેનો અભિનય,તેની શૈલી ને કોઈપણ હિસાબે એક્સપોઝ કરવાની જીદ તેના સુપર્બ પરફોર્મન્સ નો ચાર્મ ડબલ કરી દે છે.
સિરીઝના ૪ એપિસોડ્સ ની જગા એ જો બધા જ સાથે રિલીઝ થતે તો કદાચ આ સિરીઝ નો રિસ્પોન્સ હજુ બેટર હોતે.પણ કદાચ સબ્સ્ક્રિપશન વધારવાના ડિઝની હોટ સ્ટારના ફાયનાન્શીયલ અલ્ગોરિધમ્સ તેને સિરીઝ ના રિસ્પોન્સમાં નડી જશે એવું મને લાગે છે.
ભવ્યાતિભવ્ય લોકેશન્સ,અદભુત સિનેમેટોગ્રાફી અને ડાર્ક ટોન છતાંય આ સિરીઝ ની ટેક્નિકલ ટીમ તેના કામમાં આપણને નિરાશ નથી કરતી.
બાકી રીમેક્સ અને એડોપશન ની ઘણી ઉપર આપણી ઇન્ડિયન ટેલેન્ટ અને તેની ઓરિજિનલ સ્ક્રિપ્ટ્સ છે એવું અનુરાગ કશ્યપ અને ઘણા બધા ક્રિયેટિવ લોકો સાબિત કરી ચુક્યા છે.
તેમ છતાંય ઓલરેડી સબ્સ્ક્રિપશન હોયતો તિલોત્તમા અને આદિત્ય માટે તેમ જ અમુક સીન્સ માં અનિલકપુર ના ચાર્મ માટે આ સિરીઝ જોઈ શકાય.
Review by : સત્યેન નાયક ❤️ સે
Leave a Reply
View Comments