વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’ નું શૂટિંગ પૂર્ણ – જુઓ ક્યારે થશે રિલીઝ…..

surties

એમેઝોન પ્રાઇમની પ્રખ્યાત વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન મિર્ઝાપુરના ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલે ચાહકોને અનોખી ભેટ આપી છે. હવે દર્શકોએ ‘મિર્ઝાપુર 3’ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં, કારણ કે આ વેબ સિરીઝનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે અને અલી ફઝલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

જ્યારે પણ ભારતની સૌથી પ્રખ્યાત વેબ સિરીઝની વાત કરવામાં આવશે, ત્યારે ‘મિર્ઝાપુર’નું નામ ટોપ લિસ્ટમાં સામેલ થશે. છેલ્લી બે સીઝનની અપાર સફળતા બાદ હવે મેકર્સે સીઝન 3ની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વાસ્તવમાં, વેબ સીરીઝના લીડ એક્ટર અલી ફઝલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વિડીયો શેર કર્યો છે. આ વિડીયો ‘મિર્ઝાપુર 3’ના શૂટિંગ રેપ અપનો છે, જેમાં અલી સાથે સિરીઝની તમામ સ્ટાર કાસ્ટ અને ક્રૂ મેમ્બર સહિત આખી ટીમ હાજર છે. આ વીડિયોના કેપ્શનમાં અલી ફઝલે લખ્યું છે કે- ‘આ મેસેજ મારી આખી ટીમ માટે છે, મિર્ઝાપુર 3ની સફર મારા માટે શાનદાર રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by ali fazal (@alifazal9)

‘મિર્ઝાપુર 3’નું શૂટિંગ પૂરું થયા પછી, દરેક લોકો આ પ્રખ્યાત વેબ સિરીઝની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં, અલી ફઝલના આ વિડીયોએ ચાહકોનો ઉત્સાહ પણ બમણો કરી દીધો છે. નિર્માતાઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ‘મિર્ઝાપુર 3’ આવતા વર્ષે રિલીઝ થશે, જોકે તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.