હાલ અત્યારે ક્રિકેટ જગતમાં ધમાસાણ ટી-20 વર્લ્ડકપ નું યુદ્ધ ચાલી રહ્યું છે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા રમવા માટે ગઈ છે. તેવામાંજ હાલ ભારતીય દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી ના રૂમ નો વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. કોહલી ના એક ચાહકે તેના રૂમમાં ઘુસીને વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ વિડીયો વાયરલ થતા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સહીત અનેક નામચીન વ્યક્તિ એ પોતાની પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
આ વિડીયો વાયરલ થતા અનુષ્કા શર્મા ખુબજ ગુસ્સે દેખાઈ રહી છે. અનુષ્કાએ સો.મીડિયામાં વિરાટની પોસ્ટ શૅર કરીને આક્રોશ જતાવ્યો છે અને અનુષ્કાએ પ્રાઇવસી અંગે પણ આકરા સવાલ કર્યા છે. અનુષ્કા શર્મા એ પોતાની પોસ્ટમાં લખ્યું કે , ઘણીવાર ચાહકો સારી રીતે વર્તન ના કરતા હોય તેવી ઘટનાઓ બને છે, પરંતુ આ સૌથી બકવાસ બાબત છે. આ ઘટનાને કોઈ પણ પ્રકારે સહન કરી શકાઈ તેમ નથી. અને સાથે બીજી ઘણીબધી બાબતે પણ લખી છે.
વિરાટ કોહલી એ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, કે ‘હું સમજુ છું કે ચાહકો પોતાના ફેવરિટ ખેલાડીઓને જોઈને ઉત્સુક થઈ જતા હોઈ છે. હું હંમેશાં ચાહકોના ભાવનાની પ્રશંસા કરું છું. પરંતુ આ વીડિયો જોઈને આઘાત લાગ્યો છે. મને મારી અંગત જીવન ની ચિંતા છે. જો મને હોટલના રૂમમાં પ્રાઇવસી નથી મળતી તો મને અંગત સ્પેસ ક્યાં મળશે. મારી પ્રાઇવસીમાં આ રીતની દખલગિરી સામે મને વાંધો છે. પ્લીઝ લોકોની પ્રાઇવસીનું સન્માન કરો અને તેને તમારા મનોરંજનની વસ્તુની જેમ ટ્રીટ ના કરો.’
આ વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે વીડિયોમાં હોટલના રૂમમાં મૂકેલી વસ્તુઓ બતાવવામાં આવી રહી છે. એક ટેબલ પર ટેબલ પર સફેદ કપડાં પર લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ મૂકેલી છે. વિરાટ કોહલી ની ટોપી, ચશ્મા, ઘડિયાળનું બોક્સ અને રૂમમાં એક બાજુ બહુ બધા શૂઝ પડ્યા છે.
Leave a Reply
View Comments