ભારતના ધુંઆધાર બેટ્સમેનની ખ્યાતી ધરાવતા વિરાટ કોહલી એ ટી-20 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું હતું અને હવે તેવું જ શાનદાર પ્રદર્શન દર્શકો ટી-20 વર્લ્ડ કપમાં પણ જોવા માટે ઉત્સુક છે. પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ તમામ વાતો ની સાથે સાથે વધુ એક ચર્ચા એ વેગ પકડ્યો છે કે 33 વર્ષિય કોહલી આ ટી-20 વર્લ્ડ કપ બાદ સંન્યાસ લઇ શકે છે.
મળતી માહિતી મુજબ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ આ બધી વાતો પર ખુલીને વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકુમાર શર્માએ એક ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છુ કે કોહલી માટે આ અંતિમ ટી-20 વર્લ્ડ કપ નહીં હોય. કોહલી નું ફોર્મ ધીરે ધીરે ફરી પાછું આવવા લાગ્યું છે, મને આશા છે કે તેઓ આગામી ટી-20 વર્લ્ડ કપ 2026માં પણ જોવા મળશે.
કોહલી હવે ઇન્ડીયન ટીમ નો કેપ્ટન તો નથી પરંતુ રોહિત શાર્માની આગેવાની હેઠળ પણ પોતાનું બેસ્ટ આપી રહ્યો છે. દરેક ભારતીય કોહલીના ધુઅધાર પ્રદર્શનને ઓળખે છે અને કોહલીને રમતો જોવા ઈચ્છે છે. કોહલીના ફોર્મ ને જોઇને લાગી રહ્યું છે કે તે આ ટી-20 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગયા વર્ષે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ બાદ પણ તેમણે ટીમનુ સુકાન પણ છોડી દીધુ હતુ. એટલે આ વર્ષે પણ અટકળો ચાલી રહી છે કે કોહલી ટી-20 વર્લ્ડ બાદ સન્યાસ લઇ લેશે પરંતુ કોહલીના બાળપણના કોચ દ્વારા જણાવ્યા અનુસાર કોહલી માટે આ અંતિમ ટી-20 વર્લ્ડ કપ નહીં હોય.
Leave a Reply
View Comments