દોષનો ટોપલો કોના પર ? દુઃખી થઈ કહી દીધી મોટી વાત…

Surties - Surat News

ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય મેળવ્યા બાદ ભારતીય ટિમ ની સાથે સાથે ચાહકો માં પણ નિરાશા જોવા મળી છે. ઈંગ્લેન્ડ સામે પરાજય મેળવ્યા બાદ પૂર્વ કેપ્ટાન વિરાટ કોહલીએ પોતાના દિલની વાત લોકો સામે રાખી છે.

Surties - Surat News

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ નિરાશ દેખાયા હતા. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી ને વિરાટે લખ્યું કે, અમે અમારા સપનાને પ્રાપ્ત કર્યા વગર જ દિલમાં નિરાશાની સાથે ઓસ્ટ્રેલિયા છોડી રહ્યાં છે, પરંતુ અમે એક ગ્રુપના રૂપમાં અનેક યાદગાર પળોને પાછી લઇ જઇ રહ્યાં છે. અમે અહીં સારું હોવાનુ લક્ષ્ય રાખીએ છીએ.

ભારતીય ટીમે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી ની સાજેદારી સાથે 6 વિકેટ ગુમાવીને 168 રન ફટકાર્યા હતા અને તેની સામે ઈંગ્લેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યાં વગર 16 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યુ. કેપ્ટન જોસ બટલરે 80 અને એલેક્સ હેલ્સે 86 રન બનાવ્યાં અને બંને નોટઆઉટ રહ્યાં.