OMG : ટ્રેન મુસાફર માટે લાલબત્તી, દરવાજા પાસે ઉભેલી ને બહાર ખેંચી અને…

surties

ભારતમાં એક જગ્યાએથી બીજા સ્થળે જવા માટે લોકો ટ્રેન ને પ્રથમ પ્રાથમિકતા આપે છે. ટ્રેનમાં મુસાફરી કરવી સરળ છે પરંતુ કેટલીકવાર નાની ભૂલ મોટી વાત બની જાય છે. ટ્રેનમાં સામાનની ચોરી કે અન્ય કોઈ ઘટના બનવી સામાન્ય બાબત છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો જોયા હશે, જેમાં ફોન છીનવાઈ જાય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો જોઈને તમે ચોંકી જશો.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા અને એક પુરૂષ ટ્રેનના દરવાજે ઉભા છે. વિડીયો જોઈને લાગે છે કે બંને આગળના સ્ટેશન પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. વિડીયોમાં તમે આગળ જોશો કે મહિલા ઉભી છે, પછી થોડીવાર પછી એક યુવક ચાલતી ટ્રેનમાં ચડી જાય છે અને મહિલાના હાથમાંથી બેગ છીનવી લે છે. આ જોઈને મહિલા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે. આમ છતાં યુવક મહિલાના હાથમાંથી બેગ છીનવી લે છે. સાથે જ મહિલાનો જીવ પણ બચી ગયો હતો.

આ વિડીયો જોઈને આપડે સાવચેત રહેવાની જરૂર છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. આવા વિડીયો સામે આવતા પ્રસાસન પર પણ અનેક સવાલો ઉભા થાય છે.