VIRAL VIDEO : આ વિડીયો જોઈ તમારો પરસેવો છૂટી જશે

surties

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે. કેટલાક વિડીયો એવા હોઈ છે કે જેને જહોઈને આપનો પરસેવો છૂટી જશે. સપનામાં વાઘ જોવા મળે તો પણ લોકોની ઊંઘ ઊડી જાય છે અને જ્યારે વાસ્તવિકતામાં કોઈની સાથે આવું થાય છે ત્યારે તેની હાલત કેવી હશે તેની તમે કલ્પના જ કરી શકો છો.

વાયરલ થઈ રહેલા વિડીયોને જોઈને અંદાજો લગાવી શકાય છે. કદાચ આપડી સામે અચાનક વાઘ આવી જાય તો હાલત કેવી થાય.વિડિયો માં જોઈ શકાય છે કે અચાનક બાઇક પર સવાર બે લોકોને એક વાઘ દેખાય છે અને તેઓ તેમની બાઇકને રોકે છે અને પછી ધીમે ધીમે તેમની બાઇકને પાછળ લાવે છે. વાઘ પણ એ જ દિશામાં ધીમે ધીમે ચાલવા લાગે છે. આ વિડીયોમાં એક કાર પણ જોવા મળી રહી છે.

પોતાના જીવનની સલામતી માટે બાઈક સવારનું હૃદય કેટલા જોરથી ધડકતું હશે. તમે અને હું ફક્ત તેના વિશે અનુમાન કરી શકીએ છીએ. આ વિડીયો હાલ ખુબજ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.