બાપરે…બાપ…સુમસાન રોડ પર અચાનક વાઘ સામે આવી ગયો, આ વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે

surties

એક વાર વિચારો, તમે તમારા માસ્ટ મૂડમાં જઈ રહ્યા છો અને અચાનક તમારીસામે વાઘ આવી જાય તો ? શુ કરવુ? તમે આ ભયંકર પ્રાણીથી તમારો જીવ કેવી રીતે બચાવશો? તમે વાઘની સામે ‘સિંહ’ બનવાનો પ્રયત્ન કરશો કે ભાગી શકશો?

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વિડીયો જોઈને લોકોના મનમાં આ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વિડીયો યુપીના પીલીભીત જિલ્લાનો જણાવવામાં આવી રહ્યો છે. કારની અંદરથી રેકોર્ડ કરાયેલા વિડીયોમાં જોવા મળે છે કે બે યુવકો બાઇક પર આગળ વધી રહ્યા છે ત્યારે ટાઈગર તેમનો રસ્તો કાપી નાખે છે. આગળનું દૃશ્ય હૃદયના ધબકારા વધારી દેશે.

30 સેકન્ડનો આ વાયરલ વિડીયો ટ્વિટર પર ઘણા લોકોએ શેર કર્યો છે. વિડીયો શેર કરતી વખતે ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ પણ સલાહ આપી છે કે જંગલમાંથી પસાર થતી વખતે લોકોને ધીમેથી ચાલવું જોઈએ. વાસ્તવમાં, વિડીયોમાં જોવા મળે છે કે બાઇક સવારો ઝડપથી રસ્તા પર જઈ રહ્યા હતા અને ભયંકર વાઘ તેમની સામે રોડ ક્રોસ કરવા લાગે છે.

ભયંકર વાઘ સામે આવતા બાઇક સવારે તરત જ પગના સહારે વાહનને પાછું ખેંચવાનું શરૂ કર્યું અને કારની પાછળ આવી ગયો. આવા સમયે લોકોએ શું કરવું જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. જેવી આ બાઇક સવાર કારની પાછળ જાય છે, વાઘ આગળ જતાં અટકી જાય છે અને તેનો મૂડ બદલાઈ જાય જેવુ દેખાઈ રહ્યું છે. કારમાં બેસીને વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ પણ હસીને કહે છે, ગુરુજી, રસ્તો આપો.

વાઘ વિશે એવું કહેવાય છે કે રક્ષણ માટે, વાઘ સાથે આંખનો સંપર્ક ન કરો, પરંતુ પીછેહઠ કરતા રહો. હા, દોડવાની ભૂલ બિલકુલ ન કરો.