VIRAL VIDEO : શ્વાસ થંભાવી દે તેવા સ્ટંટ નો વિડીયો…

surties

ગ્રેટર નોઈડાથી સામે આવેલા એક વિડીયોમાં બે યુવકો માલસામાન ટ્રેનની ઉપર ઉભા રહીને તેમની બોડી બતાવીને સ્ટંટ કરી રહ્યા હતા.આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી અને તેમની ધરપકડ કરી.

ટ્રેનની ઉપરથી હાઈ ટેન્શન લાઈન પણ જઈ રહી છે, યુવકો પોતાના જીવની પરવા કર્યા વિના જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરી રહ્યા હતા. માહિતી સામે આવી છે એ અનુસાર, સ્ટંટ કરી રહેલા બંને યુવકો – રિંકુ (22 વર્ષ) અને પ્રિન્સ (19 વર્ષ)ની પોલીસ સ્ટેશન જર્ચા અને આરપીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને ગૌતમ બુદ્ધના રહેવાસી છે.

વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેનાલ પરથી એક માલગાડી પસાર થઈ રહી છે. આ જ માલસામાન ટ્રેનમાં બે યુવકો ટ્રેનના કોચની ઉપર ઉભા છે અને તે છોકરાઓ ઉપરથી હાઈ ટેન્શન લાઈન પણ પસાર થઈ રહી છે, પરંતુ પોતાના જીવની ચિંતા કર્યા વિના આ લોકો દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં ઉભા રહીને યુવકો પોતાના મસલ્સ બતાવી રહ્યા છે.

આ વિડીયો કોઈ યુવકે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે.