આપણી સામે અવાર નવાર સોશિયલ મીડિયામાં ચોંકવનારા કિસ્સા સામે આવતા હોઈ છે. કેટલાક કિસ્સાઓ આપણને વિચારવા પર મજબુર કરી દેતા હોઇ છે તો કેટલાક કિસ્સાઓ આપણને ખડખડાટ હસાવી દેતા હોઈ છે. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડ રૂદ્રપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ બેગમાં અઢળક સિક્કા ભરીને જ્યુપિટર સ્કૂટી ખરીદવા શોરૂમ પર પહોંચ્યો હતો.
: જુઓ વિડીયો :
View this post on Instagram
મળતી માહિતી મુજબ આ વ્યક્તિએ 10 રૂપિયાના સિક્કા સાથે 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કર્યું હતું. આટલા બધા સિક્કા જોઈ કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા અને ત્યાર બાદ આ તમામ સિક્કા ગણતા તેઓ જોવા મળ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયો પણ લોકો ખુબજ શેર કરી રહ્યા છે. આ વીડિયો જોયા પછી લોકોના મનમાં એક જ વિચાર આવી રહ્યો છે કે આ વ્યક્તિએ આટલા બધા સિક્કા કેવી રીતે ભેગા કર્યા હશે. બાકીની બીજી રકમ વીડિયોમાં દેખાતી ન હતી અને તે વ્યક્તિએ પૈસા કેવી રીતે ચૂકવ્યા હશે તે સ્પષ્ટ નથી.
Leave a Reply
View Comments