પુરુષે સો કે હજાર નહિ પણ લાખ રૂપિયા આપ્યા, જુઓ ગર્ભવતી મહિલાએ એવું તો શું કરી દીધું હતું….

surties

આપણે અવાર નવાર હોટેલમાં જમવા જતા હોઈએ છીએ અને કેટલીકવાર આપણે ભોજનથી એટલા ખુશ થઈ ને ત્યાંના સ્ટાફને ટીપ તરીકે પૈસા પણ આપતા હોઈએ છીએ. આવો જ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક હોટલમાં જમવા ગયેલા એક વ્યક્તિએ મહિલા વેઈટર સાથે એવું કર્યું એક હાલ એ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના અમેરિકાના સાઉથ કેરોલિનાની છે. ડેઈલી મેલના એક રિપોર્ટ અનુસાર, યોર્ક કાઉન્ટીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતી આ મહિલાનું નામ એશ્લે બેરેટ છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ મહિલા હાલમાં ગર્ભવતી છે અને હજુ પણ તે પોતાનું હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે.

જેમી નામનો એક વ્યક્તિ તેના મિત્રો સાથે જમવા માટે તેની જગ્યાએ આવ્યો હતો. તે લોકોએ તેમના ભોજનનો ઓર્ડર આપ્યો અને આ મહિલાએ બદલામાં બધાને જમવાનું પીરસ્યું ત્યાર બાદ વાતવાતમાં જ ખબર પડી કે મહિલા પણ ગર્ભવતી છે અને તે કામ કરે છે જેથી તે પૈસા કમાઈ શકે.

આ પછી જે થયું તે આખી દુનિયામાં વાયરલ થયું. આ વ્યક્તિએ તેના મિત્રો સાથે મળીને આ મહિલાને એક લાખ રૂપિયાની ટીપ આપી હતી. પહેલા તો મહિલાએ આટલા પૈસા લેવાની ના પાડી દીધી, પરંતુ તે પછી જ્યારે પૈસા આપ્યા તો તે ભાવુક થઈને રડવા લાગી અને તેને ગળે લગાવી. ટીપ આપનાર વ્યક્તિએ કહ્યું કે તેના દિલમાં મહિલાની મદદ કરવી જોઈએ તેવો વિચાર આવ્યો, તેથી તેણે આવું કર્યું.