કેદારનાથ યાત્રા 2023નો પ્રથમ તબક્કો લગભગ સમાપ્ત થવાના આરે છે. પરંતુ આ ‘પવિત્ર યાત્રા’ સાથે જોડાયેલા કેટલાક ધ્રુજાવી દે તેવા વિડીયો સામે આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક શ્રદ્ધાળુઓ કેદારનાથ યાત્રાને સરળ બનાવવા તેમના ભારે સામાનને ટોચ પર લઈ જવા માટે ઘોડા કે ખચ્ચરનો ઉપયોગ કરતા હોઈ છે. હાલ આ વાયરલ વિડીયો તમને ધ્રુજાવી દેશે.
View this post on Instagram
આ વાયરલ થઇ રહેલ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કેવી રીતે ખચ્ચર વધુ વજન ઊંચકી શકે તે માટે માદક દ્રવ્ય પીવા માટે મજબૂર કરવામાં આવે છે. જોકે, આ વિડીયો ક્યારેનો છે તેની પુષ્ટિ થઈ નથી. જો કે, મામલો વાયરલ થયા પછી, રુદ્રપ્રયાગ પોલીસ દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી અને આઈપીસી અને પશુ ક્રૂરતા અધિનિયમની કલમો હેઠળ ઘોડા સંચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ વિડીયો વાયરલ થયા બાદ અનેક તર્ક-વિતર્ક સામે આવ્યા છે. આ વિડીયો બાદ લોકો એ સોશિયલ મીડિયા પર આક્રોશ પણ ઠાલવ્યો છે અને આ વિડીયો પ્રત્યે નકારાત્મક ભાવના પણ વ્યક્ત કરી છે.
Leave a Reply
View Comments