નિવૃત્તિ બાદ ધોનીનું સ્થાન ક્યાં આવી ગયું, નવો ખેલાડી પણ હવે કેવું બોલી રહ્યો છે જોઈ લો…

surties

ઈશાન ફેનના મોબાઈલ પર ઓટોગ્રાફ આપવા જતો હતો ત્યારે તે અચાનક સાઈન કરવાનો ઈન્કાર કરી દીધો. જ્યારે ફેન્સને આ વાત ખરાબ લાગી તો ઈશાન કિશને સાઈન ન કરવાનું કારણ જણાવ્યું.

બાંગ્લાદેશ સામે સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવનાર ઇશાન કિશન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તે હાલમાં ઝારખંડ તરફથી રણજી ટ્રોફી રમી રહ્યો છે. આ દરમિયાન જ્યારે એક પ્રશંસક ઈશાનનો ઓટોગ્રાફ લેવા માટે સંપર્ક કર્યો તો તે પહેલા સંમત થયો, પરંતુ તે પછી તેણે અચાનક ના પાડી દીધી. જ્યારે ફેન્સને આ વાત ખરાબ લાગી તો તેણે જે કારણ આપ્યું તે દિલને સ્પર્શી જાય તેવું હતું.

ઈશાને કહ્યું કે તે હજુ સુધી પૂર્વ ભારતીય કેપ્ટનના ઓટોગ્રાફની બાજુમાં પોતાનો ઓટોગ્રાફ આપવાના સ્ટેજ પર નથી પહોંચ્યો. એટલા માટે તેણે ધોનીના ઓટોગ્રાફની નીચે પોતાની સહી કરી હતી. જણાવી દઈએ કે ઈશાન કિશન પણ એમએસ ધોનીની જેમ ઝારખંડનો રહેવાસી છે. ઈશાન પણ ધોનીનું ઘણું સન્માન કરે છે. તે ઘણીવાર ધોનીના વખાણ કરતો જોવા મળે છે.