જોતજોતામાં આ પાંદડા ને શું થયું ? વિડીયો જોઈને વિશ્વાસ નહિ થાય

Surties

સોશિયલ મીડિયા પર દરરોજ વિચિત્ર ફોટા અને વિડીયો જોવા મળે છે. ઘણી વખત આવા વિડીયો સામે આવે છે જેને જોયા પછી પણ વિશ્વાસ નથી થતો. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.વિડીયોમાં સૂકા પાન જેવું કંઈક દેખાઈ રહ્યું છે. પણ ધ્યાનથી જોશો તો સત્ય કંઈક બીજું જ દેખાશે.

વિડીયોની શરૂઆતમાં તમને આ વસ્તુ સૂકા પાન જેવી જોવા મળશે, પરંતુ પછી તેની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળશે. આવો વિડીયો તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય. ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે કેવી રીતે એક સૂકું પાન એક જગ્યાએ પડેલું છે.

પહેલી નજરે તે વસ્તુ સૂકા પાન જેવી લાગે છે, પરંતુ ત્યારે જ કોઈ વ્યક્તિ તેને સ્પર્શવાની કોશિશ કરે છે, ત્યારે ખબર પડે છે કે તે કોઈ પાન નહીં પણ પતંગિયું છે. સોશિયલ મીડિયા પર આ પતંગિયાનો વિડીયો જોઈને લોકો મૂંઝવણમાં પડી ગયા છે. યુઝર્સ વિડીયોને લઈને અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.