લગ્ન મંડપમાં અચાનક ગળે પડી મુસીબત, જુઓ દુલ્હને શું કર્યું – તમે આવુ નહિ કરતાં નકર…..

surties

સોશિયલ મીડિયા આજે એક મનોરંજનનું સાધન બની ગયું છે. આજે તે એટલું પ્રભાવશાળી છે કે લોકો તેમના દિવસનો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વિતાવે છે. આ દરમિયાન, લોકો પોતાની આસપાસ બનતી રમુજી ઘટનાઓ અને પોતાની સાથે સંબંધિત વિડીયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ એક લગ્નનો વિડીયો સામે આવ્યો છે જેમાં વરરાજાના મિત્રએ બધાની સામે આવી મજાક કરી હતી, જેને જોઈને દુલ્હનએ એવી રીતે પ્રતિક્રિયા આપી હતી કે તે હવે તે વિડીયો વાયરલ થઈ રહયો છે.

વિડીયોમાં જોવા મળે છે કે એક વર-કન્યા સ્ટેજ પર છે, જ્યાં તમામ મહેમાનો તેમને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. એટલામાં એક બુરખા પહેરેલી સ્ત્રી આવે છે અને વરને ગળે લગાવે છે. તે વરને ચુંબન પણ કરે છે. આ જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યથી જોવા લાગે છે. જ્યારે દુલ્હન આ બધું જોઈને મોટેથી હસવા લાગે છે.

હવે તમે વિચારતા હશો કે આ જોઈને દુલ્હન કેમ હસવા લાગી? ખરેખર, બુરખાની અંદર વરનો એક પ્રિય મિત્ર હતો જે તેના મિત્ર સાથે મજાક કરી રહ્યો હતો. થોડા સમય પછી મિત્ર પોતાનો ચહેરો બતાવે છે. જેને જોઈને વરરાજા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને મજાકમાં પોતાના મિત્રને ટપલી મારે છે. આ જોઈને દુલ્હન પણ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકી નહીં.

આ વિડીયો ને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળી ચૂક્યા છે. આ વિડીયો પર લોકો પોત પોતાની અવનવી કોમેન્ટો પણ આપી રહ્યા છે અને પોતાની સાથે થયેલા આવા જ કિસ્સાઓ શેર પણ કરી રહ્યા છે.