પિતાને મળી નોકરી, દીકરીની ખુશી જોઈ રડી પડશો. આ વિડીયો પર સ્વિગી એ એવું લખ્યું કે…..

Surties - Surat News

હાલનો સમય એટલે ડીજીટલ મીડિયાનો જમાનો. આપણે અવાર નવાર સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા હવાની વાતો સાંભળવા મલ્ટી હોઈ છે અને આપણને એ વિડીયો જોવા પણ મળતો હોઈ છે. હાલ તેવો એક પિતા અને માસુમ દીકરી નો વિડીયો વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by pooja avantika (@pooja.avantika.1987)

અહીં દીકરીના ચેહરા પર પિતાને નોકરી મળવાની ખુશી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને તમારા ચહેરા પર સ્મિત ચોક્કસપણે આવી જશે. પોતાના પિતાને ડિલિવરી બોયની નોકરી મળી જતા દીકરી ખુશીથી નાચી ઉઠે છે. તે પિતાને ભેટી પડે છે.

આ વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે. “અપ્પાની નવી નોકરી”

આ વિડીયોને લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે. સ્વિગીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. કમેન્ટ સેક્શનમાં સ્વિગીના સત્તાવાર અકાઉન્ટ પરથી કમેન્ટ કરવામાં આવી કે- Soo Sweet. Heart is Melting.

આ વિડીયો પર અનેક યુઝર પોતાની લાગણી સભર કોમેન્ટ કરી રહ્યા છે અને આ સિવાય પણ મોટી સંખ્યામાં યુઝર્સે કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી શેર કર્યા છે.