બોલિવૂડ એક્શન સ્ટાર અને ફિટનેસ આઇકોન વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પ્રેમના પ્રતીક એવા તાજમહેલની સામે વર્ષ 2021માં બંનેએ સગાઈ કરી હતી. પરંતુ હવે આ કપલ વિશે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કપલે હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. સગાઈના બે વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે વિદ્યુત અને નંદિતા ડિયાન પાંડેની દીકરી અલાનાની હલ્દી સેરેમનીમાં સાથે જોવા મળ્યા હતા. અભિનેતા વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહતાનીએ અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેએ બે વર્ષ પહેલા સગાઈ કરી હતી.
તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં આ કપલે આગરાના તાજમહેલમાં સગાઈ કરી હતી. તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. નેહા ધૂપિયાએ આ સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. નંદિતાના હાથમાં મોટી હીરાની વીંટી પણ બધાનું ધ્યાન ખેંચી રહી હતી.
જણાવી દઈએ કે એક્ટર વિદ્યુત જામવાલ એક ફિલ્મ એક્ટર છે. તેને એક્શન ઓરિએન્ટેડ ફિલ્મો કરવામાં એક્સપર્ટ માનવામાં આવે છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે. તે માર્શલ આર્ટમાં પણ નિષ્ણાત છે.
Leave a Reply
View Comments