પોતાનું જીવન ટૂંકાવનાર વૈશાલીને કઈ વાતનું દુઃખ હતુ ? કોણ તેને સતાવતું હતું ? પોતાના માતા-પિતાને સંબોધીને શું લખ્યું ? – અંતિમ ચિઠ્ઠી આવી સામે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવતા તમામ લોકોમાં શોક નું મોજું ફરી વળ્યું છે અને તેના લાખો ચાહકોને પણ આઘાત લાગ્યો છે. આ એક્ટ્રેસે આવું પગલું કેમ ભર્યું તે સવાલ સૌ કોઈના મનમાં ઉભો થઇ રહ્યો છે.

અંતિમ પગલું ભરતા પહેલાં તેને એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠી માં તેણે પોતાનું કારણ પણ લખ્યું હતું. હાલ આ ચિઠ્ઠી સોશિયલ મીડિયા પાર વાયુ વેગે વાયરલ થઈ રહી છે.

વૈશાલી ઠક્કરે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ મૂકી હતી. મળતી માહિતી મુજબ તમે લખ્યું છે કે, પોતાના ઘર પાસે રહેતા વેપારી રાહુલ નવલાણી દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે સ્યુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે અને વધુ માં લખ્યું કે “જો દીકરી ન હોય તો તેને લગતી કોઈ સમસ્યા નહીં હોય. મા હું દુનિયા છોડું છું, હું તમને પ્રેમ કરું છું પાપા, મા, તમને મારા સમ છે તમે હંમેશા ખુશ રહેજો, આઈ ક્વીટ…

Surties - Surat News