લોકપ્રિય અને ચર્ચિત ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઈન્દોર સ્થિત પોતાના ઘરે જીવન ટૂંકાવ્યું. મળતી માહિતી મુજબ તેણે પોતાના જ ઘરમાં જીવન ટુંકાવ્યું અને સાથે સાથે સુસાઇડ નોટ પણ લખી હોવાની વાત સામે આવી છે. આ માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે હાજર થઈ હતી.
વૈશાલી ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી. કહેવામાં આવે છે કે વૈશાલી ઉજ્જૈનના મહિદપુરની હતી અને એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી.
આ ઘટના બન્યા ના પાંચ દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં પર વૈશાલીએ એક રીલ શૅર કરી હતી. આ રીલમાં તે ‘દિલ જીગર ક્યા હૈ…મૈં તો તેરે લિયે જાન ભી દે દૂં..’ સોન્ગ પર લિપસિંગ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે MS હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસને વૈશાલીની મૃતદેહ પાસે સુસાઇડ નોટ પણ મળી છે. ઈન્દોરના ACP મોતિઉર રહમાને કહ્યું હતું કે આ નોટ વાંચ્યા બાદ એવું લાગી રહ્યું છે કે તેનો એક્સ બોયફ્રેન્ડ તેને હેરાન કરતો હતો. જે લોકોએ વૈશાલીને હેરાન કરી છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ઈન્દોરનું તેજાજી નગર પોલીસ સ્ટેશન આ કેસની તપાસ કરે છે.
Leave a Reply
View Comments