અરે…બાપરે…પાણીપુરી વેચવા પર “પ્રતિબંધ” જાણો કેટલા દિવસ નહિ મળે ચટપટી પાણીપુરી

surties

લ્યો…હવે શું કરવું ? આગામી 10 દિવસ નહિ ખાવા મળે ચટપટી પાણીપુરી. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી એવી સામે આવી છે કે પાણીજન્ય રોગચાળો વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગતરોજ પાણીપુરીના વેચાણ સ્થળે મનપાએ દરોડા પણ પાડ્યા હતા.

surties

વરસાદી માહોલ શરુ થતા આરોગ્ય વિભાગ પહેલાંથી જ ખાદ્ય વસ્તુઓની ચેકિંગ હાથ ધરી રહ્યું છે. વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, વડોદરામાં પાણીજન્સ રોગોના કેસ વધ્યા છે. તેથી કમિશનરની સૂચના હતી કે આવા વિસ્તારોમાં પાણીપુરીનું વેચાણ ન કરવામાં આવે અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવે. ગઇકાલથી આ માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

surties

અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરી 200 કિલોગ્રામ જેટલી અખાધ વસ્તુઓ જેમ કે, ચટણી, બટાકાનો નાશ કર્યો છે. આ પ્રકારની કામગીરી આગામી 10થી 15 દિવસ ચાલશે. જો લાયસન્સ વગર અને અખાદ્ય વસ્તુઓની વેચાણ થતું હોય તો તેમને નોટિસ પણ આપવામાં આવે છે. જો ભવિષ્યમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ જણાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.

surties