એક વાર વિચાર કરી ને જુઓ તમે સવાર સવારમાં શૌચાલયમાં જાઓ છો અને તમને ત્યાં એક મહાકાય મગર બેઠેલો જોવા મળે તો ? ગુજરાતના આણંદ માં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સોજીત્રાના ખારાકુવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રવિવારે વહેલી સવારે લગભગ છ ફૂટ લાંબો મગર શૌચાલયમાં જોવા મળ્યો હતો
View this post on Instagram
આ મગર ની વાત વાયુ વેગે આસપાસ ના વિસ્તારોમાં ફરી વળતા મગર ને જોવા ભારે ભીડ ઉમટી હતી. આ ઘટના બનતા લોકોને સવારની પોતાની દૈનિક ક્રિયા કરવામાં મુશ્કેલી પડી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે, કે આ વિસ્તારમાં ખુલ્લેઆમ મગરોનું આવવું તેમના માટે નવી વાત નથી. ગયા વર્ષે પણ એક મગર મંદિરમાં પ્રવેશ્યો હતો, જ્યાંથી તેને બચાવીને તેના સુરક્ષિત વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.
સ્થાનિક રહેવાશી ઉદયસિંહ ભીખાભાઇ રાઠોડે જણાવ્યું, કે વંદેવાડ નામનું તળાવ અમારા ઘરની પાછળ છે. આ તળાવ મગરોની સારી એવી વસ્તી હોવાને કારણે જાણીતું છે. આવર નવાર તળાવમાંથી મગરો બહાર નીકળીને અમારા ગામમાં આવી જાય છે. આ સમગ્ર ઘટનાને અંતે મલાતજ ગામની વન વિભાગ ટીમ મગરને બચાવવા સ્થળ પર પહોંચી હતી.
Leave a Reply
View Comments