ઉર્ફી જાવેદ હંમેશા તેની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે હેડલાઈન બની રહેતી હોઈ છે. કેટલાક લોકોને તેની ડ્રેસિંગ સ્ટાઈલ પસંદ છે તો કેટલાક લોકો તેને આ માટે ખૂબ ટ્રોલ કરતા જોવા મળે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઉર્ફી તેના ડ્રેસના કારણે જાહેરમાં બોલચાલ કરતી હોય. ફરી એકવાર તેને તેની ડ્રેસિંગ સ્ટાઇલના કારણે વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
વાસ્તવમાં ઉર્ફી જાવેદ હંમેશની જેમ પોતાના નવા લુક સાથે એરપોર્ટ પર પહોંચી હતી. તેમની તસવીરો લેવા માટે આસપાસ ઘણા પાપારાઝી પણ હાજર હતા. ઉર્ફી ચુપચાપ પોતાના રસ્તે જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિની નજર તેના કપડા પર પડી. તે વ્યક્તિએ ઉર્ફીને એક્સપોઝિંગ ડ્રેસ પહેરેલી જોઈ કે તરત જ તે ગુસ્સે થઈ ગયો. આ વ્યક્તિએ એરપોર્ટ પર ઉર્ફીને ખુલ્લેઆમ પોતાની વાત રજુ કરી.
View this post on Instagram
તે વ્યક્તિએ કહ્યું કે “ભારતમાં આવા કપડા પહેરવાની મંજૂરી નથી. આવા કપડાં ન પહેરો. તમે ભારતનું નામ બગાડશો.” આ સાંભળીને ઉર્ફી પણ ગુસ્સે થઈ જાય છે. ઉર્ફી કહે છે કે ‘આપકે બાપ કા કુછ જા રહા હે ક્યાં ?’. તેના જવાબમાં વ્યક્તિએ કહ્યું, ‘આ બહેન ખોટું છે’. ઉર્ફી અને વ્યક્તિ વચ્ચેની ચર્ચા અહીં અટકતી નથી. પછી ઉર્ફીએ કહ્યું, ‘તમે તમારું કરો’. અને અંતે ‘તેરી બેટી હું મેં… તમારું કામ કરો’ કહીને જતી રહે છે.
પુરુષ અને ઉર્ફી વચ્ચે ચાલી રહેલી દલીલને રોકવા માટે એક છોકરી આગળ આવે છે. તે પછી મામલો શાંત થાય છે અને ઉર્ફી ત્યાંથી નીકળી જાય છે. આ વિડીયો જોનારા મોટાભાગના યુઝર્સે અંકલનો પક્ષ લીધો હતો. એક યુઝરે કહ્યું, ‘અંકલ જીને સલામ. આટલી ભીડમાં તે એકલા બોલી રહ્યો છે અને બાકીના બધા ચૂપચાપ જોઈ રહ્યા છે. કમ સે કમ કોઈમાં તેના (ઉર્ફીના) મોઢા પર બોલવાની હિંમત છે.
Leave a Reply
View Comments