ભાઉના નિશાને ચડી આ બોલ્ડ યુવતી, “આ હિન્દુસ્તાનનો રિવાજ નથી” – તમારો શું અભિપ્રાય છે ?

‘બિગ બોસ OTT ‘થી લોકપ્રિયતા મેળવનાર ઉર્ફી જાવેદ હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. ઉર્ફી તેના લુકના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક લોકો ઉર્ફીની ફેશન સેન્સ પસંદ કરે છે, તો ક્યારેક તે ટ્રોલ્સના નિશાના હેઠળ આવે છે પરંતુ તે તેમને યોગ્ય જવાબ આપવામાં પાછીપાની કરતી નથી.

ઉર્ફીના વિડીયો સામે આવ્યા બાદ હિંદુસ્તાની ભાઉએ અભિનેત્રીને સુધારવાની ધમકી આપી હતી, જેનો ઉર્ફીએ સામે જવાબ પણ આપ્યો છે. હિન્દુસ્તાની ભાઉએ પોતાનો એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં તે કહેતો જોવા મળ્યો હતો કે, ‘જય હિંદ, યે મેસેજ હૈ ઉર્ફી જાવેદ લિયે જે આજે પોતાને બહુ મોટો ફેશન આઇકોન માને છે… દીકરા, તું ફેશનના નામે કપડાં પહેરીને બહાર ફરે છે..’ આ ભારતનો રિવાજ નથી, આપણી સંસ્કૃતિ નથી. તમારા કારણે બહેન-દીકરીઓમાં ખૂબ જ ખોટો સંદેશો જાય છે, તો તું તારી જાતને સુધાર, દીકરા, નહીંતર હું સુધારીશ. ભાઈ તરીકે હું પ્રેમથી સમજાવું છું, તો સુધારો.

બીજી તરફ, હિન્દુસ્તાની ભાઉનો આ વીડિયો જોઈને ઉર્ફી જાવેદ ગુસ્સે થઈ હતી અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી.

: ઉર્ફી જાવેદ સ્ટોરી :