બિગ બોસ ઓટીટી ફેમ અને પોતાના અવનવા અતરંગી કપડાના કારણે ટ્રોલરના નિશાન પર રહેતી ઉર્ફી જાવેદ અવારનવાર ચર્ચાનો વિષય બને છે. પોતાની અસામાન્ય ડ્રેસિંગ સેન્સના કારણે ઉર્ફી જાવેદનું નામ દરરોજ હેડલાઇન્સમાં આવે છે, પરંતુ અત્યારે ઉર્ફી વિશે મોટા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આઈવી વાતો ચાલી રહી છે કે ઉર્ફી જાવેદને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ પછી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, ઉર્ફી જાવેદને એક વ્યક્તિ તરફથી વોટ્સએપ કોલ દ્વારા જાનથી મારી નાખવા અને બળાત્કારની ધમકીઓ મળી છે. આ આરોપી વ્યક્તિએ ઉર્ફી જાવેદને આ ધમકીઓ અલગ-અલગ મોબાઈલ નંબર દ્વારા આપી હોવાનું સામે આવી રહ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે આ મામલે મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા પણ ઉર્ફીને આવી અનેક ધમકીઓ મળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
View this post on Instagram
હાલમાં, ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સના કારણે ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. પરંતુ ઉર્ફી આ ટીકાકારોને યોગ્ય જવાબ આપવાથી પાછળ રહેતી નથી.
Leave a Reply
View Comments