ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ મહાકાલ ના શરણે, જુઓ એક ઘટના વિષે પણ વાત કરી….

Surties

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની અંતિમ મેચ મધ્ય પ્રદેશના ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી, જ્યાં તેઓએ સવારની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે ભાગ લીધો હતો. પૂજા બાદ ખેલાડીઓએ ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત પણ કરી હતી.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “અમે ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. તેની વાપસી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી જીતી ચૂક્યા છીએ, તેમની સામેની છેલ્લી મેચની રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરીઝની પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-0થી આગળ છે. ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત 28 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ કારણે તે હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. સૂર્યકુમાર યાદવે એમ પણ કહ્યું કે તેમને મહાકાલેશ્વર મંદિર ખૂબ જ ગમ્યું અને તેમનું મન શાંત થઈ ગયું.