સુરતમાં ચોંકાવનારો સંયોગ : ધો.10માં બે જુડવા ભાઈઓનું પરિણામ સરખું આવ્યું, રિઝલ્ટ જાણી વિશ્વાસ નહિ થાય

surties

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ આજે એટલે કે તા. 25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થયું છે. આ પરિણામ અંગે ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે સુરતમાં જુડવા ભાઈઓનું પરિણામ એક સરખું આવ્યું છે. જી હા, સુરતનાં બે જુડવા ભાઈઓએ ધોરણ-10ની પરીક્ષા આપ્યા બાદ આજે પરિણામ જાહેર થયા બંનેનું રિઝલ્ટ એક સરખું જ આવ્યું છે.

સુરતમાં ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે જોડાયેલા પિતાનાં બંને જુડવા પુત્રનું ધોરણ-10 નું રિઝટ એકસરખું જ આવ્યું. તમને જણાવી દઉં કે સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બે જુડવા ભાઈ સફળિયા રુદ્ર અને સફળિયા રુત્વએ ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ-10ની પરીક્ષા આપી હતી. બંને અભ્યાસ કરવા સાથે એકબીજાના ડાઉટ સોલ્વ કરતાં હોય આજે બંનેનું પરિણામ એક સરખું જ આવ્યું છે.

surties

મળતી માહિતી મુજબ સફળિયા રુદ્રએ 95.50 ટકા સાથે 600 માર્કસમાંથી 570 મેળવ્યા છે. આ સાથે સફળિયા રુત્વએ પણ 95.50 ટકા સાથે 600 માર્કસમાંથી 570 માર્કસ મેળવ્યા છે.

ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ જાહેર થયું છે. જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75% પરિણામ, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94% પરિણામ, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ આવ્યું છે. ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

બંને નું એક સરખુ પરિવાર આવતા શાળામાં અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો