સુરત રેલવે સ્ટેશન પરથી બે ડ્રગ્સ પેડલરો પાસેથી 20 કિલોથી વધુનો ગાંજો પકડાયો

Two drug peddlers were caught from Surat railway station
Two drug peddlers were caught from Surat railway station

પશ્ચિમ રેલવેના સુરત રેલવે સ્ટેશન પર ઓરિસ્સાથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં માદક પદાર્થ નો જથ્થા સાથે બે ડ્રગ્સ પેડલરો વડોદરા રેન્જના એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. આશરે 20 કિલોથી વધુ ગાંજા નો જથ્થો પકડાયો હોવાનું પોલીસ જણાવી રહી છે ઉલ્લેખનીય એ બાબતે છે કે રેલવેના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયન ના આવ્યા બાદ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા ના પ્રયાસો આજે રંગ લાવ્યા છે

પશ્ચિમ રેલવેના સુરત રેલવે સ્ટેશન પર ગવર્મેન્ટ રેલવે પોલીસ ગુજરાતના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયન દ્વારા રેલવેમાં માદક પદાર્થ કે અન્ય ભારતીય બનાવટ નો દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા માટે રેલવેના અમદાવાદ અને વડોદરા એસપી રાજેશ પરમારને અસરકારક પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.

જેના આધારે વડોદરા રેન્જ એસપી રાજેશ પરમાર ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અધિકારોને મળેલી બાતમીના આધારે ઓરિસ્સાથી અમદાવાદ તરફ આવતી ટ્રેનમાં ગાંજાની હેરાફેરી થઈ રહી છે અને બે યુવકો દ્વારા આ જથ્થો લાવવામાં આવી રહ્યો છે જેની બાતમીના આધારે એસોજીના કર્મચારીઓએ ઉપરોક્ત બાતમીના આધારે બે માદક પદાર્થ જથ્થા સાથે ડ્રગ્સ પેડલરો ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેની પાસેથી 20 કિલો વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે જેની આશરે કિંમત બે લાખથી વધુ થાય છે આ જથ્થો કોને આપ્યો અને સુરતમાં કોને આપવાનો હતો તે દિશામાં એસ ઓ જી ની ટીમે તપાસ હાથ ધરી છે આ ઘટના સંદર્ભે એસઓજી દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે