શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે સવારે ઝરમર વરસાદ વચ્ચે વિજળીનો કરંટ લાગતાં બે ગાયના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતાં. આ ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં થતાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર વિરૂદ્ધ ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે છાશવારે ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં પણ કરવામાં આવ્યો હતો. લિંબાયત ઝોન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે ટીમ રવાના કરવામાં આવી હતી. જ્યાં અંડરગ્રાઉન્ડની કામગીરી જીઈબી દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું પ્રારંભિક જાણવા મળ્યું હતું.
લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ડિંડોલી વિસ્તારમાં આજે સવારે વરસાદના આગમન સાથે જ એક કરૂણ ઘટના નોંધાવા પામી હતી. ડિંડોલીના ભરવાડ નગર ખાતે અંડરગ્રાઉન્ડ વિજલાઈનની કામગીરી દરમિયાન કરંટ લાગતાં ત્યાંથી પસાર થઈ રહેલી બે ગાયના કરૂણ મોત નિપજ્યાં હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના નાગરિકોમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. જો કે, ગાયને બચાવવા જતાં તેના માલિકનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટનાને પગલે સ્થાનિકોએ ગાયોના મોતને પગલે માલધારીને વળતર આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.
Leave a Reply
View Comments