સોશિયલ મીડિયા પર અનેક આશ્ચર્ય ચકિત કરી દે તેવા વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે જેને જોઈને આપડે ક્યારેક ભાવુક થઈ જઇયે છીએ તો ક્યારેક ખડખડાટ હસી પડીયે છીએ. તેવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને જોઈને તમે હસવાનું રોકી નહિ શકો.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઘરમાં ક્રિસમસ પાર્ટી પૂરી થયા બાદ પતિ-પત્ની રોજની જેમ સોફા પર સાથે બેઠા છે. પતિ કંઈક વાંચી રહ્યો છે અને ત્યાં દૂર બેઠેલી પત્ની પોપકોર્ન ખાઈ રહી છે. પતિ વાંચવામાં મગ્ન છે. પત્ની આ જોઈને તેના પતિને ચીડવવા લાગે છે. આ પછી પણ પતિ કોઈ જવાબ આપતો નથી.
— Out of Context (@Outofcon8ext) December 26, 2022
પત્ની તે પોપકોર્ન ફેંકવા લાગે છે. એક પછી એક તે પોપકોર્ન ફેંકતી રહે છે. પત્ની બિલકુલ પણ અટકતી નથી. પછી પતિ ઉભો થાય છે અને ઘરનું નાતાલનું વૃક્ષ ઉપાડે છે અને તેને તેની પત્ની પર ફેંકી દે છે. વિડીયો જોઈને લાગી રહ્યું છે કે પત્નીને ગંભીર ઈજાઓ થઈ છે.
આ વિડીયો વાયરલ થતા લોકો પોતાની અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો ખુબજ હસી રહ્યા છે તો કેટલાક લોકો મહિલાની ચિંતા કરતા નજરે ચડ્યા છે.
Leave a Reply
View Comments