તુર્કીની પ્રખ્યાત નુસર એટ ગોક્સી ઉર્ફે સોલ્ટ બેએ અબુ ધાબીની એક રેસ્ટોરન્ટનું બિલ સોશિયલ મીડિયા પર શેર કર્યું અને તે ખુબજ વાયરલ થઈ રહ્યું છે. સોલ્ટ બેએ જે ફૂડ શેર કર્યું છે તેનું બિલ ભારતીય રૂપિયામાં આશરે રૂ. 1.36 કરોડ છે.
તમને જણાવી દઈએ કે સોલ્ટ બે અગાઉ વર્ષ 2017માં સોશિયલ મીડિયા પર એક મીમ વાયરલ થયા બાદ ચર્ચામાં આવ્યો હતો. તેમની વાનગીઓને ખાસ રીતે મીઠું નાખીને મસાલા બનાવવાની તેમની કુશળતાએ તેમને સોશિયલ મીડિયા પર રાતોરાત પ્રખ્યાત કરી દીધા.
View this post on Instagram
બેએ અબુ ધાબીના અલ મર્યાહ આઇલેન્ડ પરની તેમની રેસ્ટોરન્ટ ધ ગેલેરિયાનું બિલ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ બિલ અબુ ધાબીની ચલણમાં 6,15,065 AEDનું છે, ભારતીય ચલણમાં આ રકમ લગભગ 1.36 કરોડ રૂપિયા છે. આ બિલ 17 નવેમ્બર 2017નું છે.
ખાસ કરી ને આ ફૂડ બિલમાં ઉલ્લેખિત મોંઘી વસ્તુઓમાં મોંઘી વાઇન બોર્ડેક્સ, બકલાવા અને સિગ્નેચર ગોલ્ડ પ્લેટેડ ઈસ્તાંબુલ સ્ટીકનો સમાવેશ થાય છે. સોલ્ટ બાએ સોશિયલ મીડિયા પર બિલની તસવીર શેર કરી અને લખ્યું, ‘ક્વોલિટી નેવર એક્સપેન્સિવ એટલેકે ગુણવત્તાવાળી વસ્તુઓ ક્યારેય મોંઘી હોતી નથી.
આ બિલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહેલું છે. સોલ્ટ બેની રેસ્ટોરન્ટનું આ મોંઘું બિલ જોઈને સોશિયલ મીડિયા પર લોકો ચોંકી ગયા છે. આ જોઈને અનેક યુઝર અવનવી કોમેન્ટ કરતા નજરે ચડ્યા છે.
Leave a Reply
View Comments