દુઃખદ ઘટના : સબ ટીવીની દિગ્ગજ અભિનેત્રી એ સેટ પર જીવન ટૂંકાવ્યું, ચાહકોમાં દુઃખની લાગણી….

surties

સોની સબ ટીવી સીરિયલ ‘અલીબાબા : દાસ્તાન એ કાબુલ’ની લીડ એક્ટ્રેસ તુનીષા શર્માએ શનિવારે (24 ડિસેમ્બર) આત્મહત્યા કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ટીવી સીરિયલના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. આ બાબતની જાણ થતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. હાલમાં આપઘાત કરવાનું કારણ બહાર આવ્યું નથી. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

surties

જણાવી દઈએ કે તુનીશા માત્ર 20 વર્ષની હતી. તેણે ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી અને ‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’ સીરિયલમાં ડેબ્યૂ કર્યું હતું. તુનીષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભીવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, તુનિષા હાલમાં સોની સબ ટીવીની સીરિયલ ‘અલી બાબા: દાસ્તાન એ કાબુલ’માં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. આ સીરિયલમાં તે શહેઝાદી મરિયમ બની હતી. આ સિવાય તે ફિતુર, બાર બાર દેખો, કહાની 2: દુર્ગા રાની સિંહ, દબંગ 3 વગેરે જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. ફિતુર અને બાર બાર દેખોમાં, તુનિષાએ કેટરિના કૈફનું કિશોરવયનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય સીરિયલ ‘ઇન્ટરનેટ વાલા લવ’માં તનિષાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

surties

તુનિષા શર્મા ખૂબ જ ખુશખુશાલ સ્વભાવની હતી અને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હતી. સેટ પર હંમેશા ખુશ રહેતી તુનીષાની અચાનક આત્મહત્યાથી ચાહકો તેમજ ઈન્ડસ્ટ્રીના લોકો પણ આઘાતમાં છે.