વિદેશમાં વસેલા ભારતીયો ભારત દેશ માટે અને પોતાના મૂળ શહેર કે વતનને ક્યારેય ભૂલી શકતા નથી. વિદેશની ધરતી પર જઈને પણ તેઓને ભારતની માટીની યાદ સતાવે છે. અને આ લાગણીને પોતાના હૃદયમાં હંમેશા જીવંત રાખવા તેઓ શક્ય તેટલા પ્રયત્ન પણ કરતા હોય છે. આજે વાત કરવી છે એક એવા જ સુરતીની જે એક વર્ષ પહેલા જ કેનેડામાં સ્થાયી થયા છે. પણ સુરત અને ભારત માટેનો પ્રેમ તેમનો આજે પણ જેમનો તેમ છે.સુરતના ભટાર વિસ્તારમાં રહેતા આ યુવકના દિલમાં સુરત અને ભારત માટેનો પ્રેમ યથાવત છે.
ફોર વ્હીલ પર લગાવી સુરતના નામની પ્લેટ :
સુરતમાં રહેલો વ્યક્તિ ક્યારેય સુરતને પોતાનાથી અલગ કરી શકતો નથી.ભાવિન શાહે પોતાની ગાડી પર સુરતના નામની પ્લેટ લગાવી છે. અહીં પણ ડિજિટલ નંબર ધરાવતી સામાન્ય નંબર પ્લેટ હોય છે, પણ તેને રૂપિયા ખર્ચીને પોતાની ગાડી માટે આ નંબર પ્લેટ કરાવી છે.
તેમણે જણાવ્યું હતું કે સુરત માટે મારો પ્રેમ તો છે જ. અહીં કોઈપણ વ્યક્તિ જયારે આવી કસ્ટમાઇઝડ પ્લેટ જુએ છે, ત્યારે સૌથી પહેલા તેઓ તેના વિશે પૂછે છે. તેઓએ વધુ ઉમેર્યું હતું કે મને જયારે કોઈ સુરત વિશે પૂછે છે તો હું અહીંની ઘણી વાતો તેમને જણાવું છું. રાંદેરની આલુપૂરી, પીપલોદના પરોઠા, અહીંના લોકોનો સ્વભાવ મને અહીં રહીને પણ યાદ આવે છે. જેથી આ યાદ જીવંત રાખવા મેં મારી ગાડી પર આ નંબર પ્લેટ કરાવી છે.
Leave a Reply
View Comments