પપ્પાએ પોતાના 6 વર્ષના પુત્ર માટે જોરદાર ટાઈમ ટેબલ બનાવ્યું, શું તમે તામારા બાળક ને આવું આપશો ?

surties

આજના સમયમાં દરેક માતાપિતા પોતાના બાળક ને આગળ વધતું જોવા મળે છે અને પોતાના બાળકમાં સારા સંસ્કાર હોય તેવું ઈચ્છે છે. પોતાનું બાળક ભણી ગણી ને કી રીતે આગળ વધી શકે કે તે માટે માતા પિતા હમેશા પ્રયાસ કરતાં રહેતા હોય છે. દરેક માતા-પિતા બાળકોના શિક્ષણને લઈને ચિંતિત હોય છે.

બાળકો પોતાના માટે ટાઈમ ટેબલ પણ તૈયાર કરતાં હોય છે. પણ તે આ પ્રમાણે ચાલતા નથી. જેના કારણે તેમના માતા-પિતા ખૂબ જ ચિંતિત રહેતા હોય છે. આ તમામ પ્રશ્નો બાદ એક પિતાએ પોતાના બાળક માટે ખૂબ જ સારો રસ્તો શોધી કાઢ્યો પુત્ર માટે એક સુંદર ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે અને કહ્યું કે જો તે આ ટાઈમ ટેબલનું પાલન કરશે તો તેમને બોનસ પણ મળશે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક ટાઈમ ટેબલ ખુબજ વાયરલ થઈ રહેલું છે. આ પ્રકારનું ટાઈમ ટેબલ જોઈ લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કારણ કે આ ટાઈમ ટેબલ ખુબજ અનોખુ છે. એક પિતાએ નાના બાળક માટે ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે. જેમાં તેને તે જાગ્યા ત્યારથી લઈને રાત સુધીનું કામ આપવામાં આવ્યું છે. જેમાં ખાવા-પીવાથી માંડીને રમવા સુધી નું લખવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ટ્વિટર (@Batla_G) પર કોઈએ ટાઈમ ટેબલ સાથે સંબંધિત આ ફોટો શેર કર્યો છે. તેણે આ ટ્વિટર પર લખ્યું કે “આજે મેં અને મારા 6 વર્ષના પુત્રએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે” જે મારા પુત્રની દિનચર્યા અને પરફોર્માલિંક્સ બોનસના સંબંધ પર આધારિત છે. બોનસ પર આધારિત આ ટાઈમ ટેબલ એગ્રીમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને અન્ય યુઝર્સ પણ આ ટાઈમ ટેબલ પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.