છોકરી એ ટાઈગર સાથે વિચિત્ર ફોટો પડાવવાની કરી ભૂલ, બીજી જ ક્ષણે… – જુઓ વિડીયો

Surties

સોશિયલ મીડિયા પર એવા વિડીયો અવારનવાર જોવા મળે છે, જેમાં પાળતુ પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો પ્રેમ જોવા મળે છે. ઘણા વિડીયોમાં પાળતુ પ્રાણી માણસો સાથે મસ્તી કરતા, રમતા જોવા મળે છે. આમાંના કેટલાક વિડીયો હૃદયને સ્પર્શી જાય છે તો કેટલાક આશ્ચર્યચકિત કરે છે, પરંતુ શું તમે ક્યારેય પાળતુ પ્રાણી સિવાય મનુષ્યની નજીક કોઈ વિકરાળ પ્રાણી જોયું છે. આ વિચારીને આત્મા કંપી જાય છે, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલા આ ચોંકાવનારા વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક છોકરી ખુશીથી ટાઈગર સાથે ફોટો પડાવતી જોવા મળે છે.

આ ચોંકાવનારા વિડીયોમાં વાઘ એક છોકરી સાથે ફોટોશૂટ માટે પોઝ આપી રહ્યો છે, જ્યારે છોકરી પણ તેની સાથે ફોટોશૂટ માટે આરામથી પોઝ આપી રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વાઘ છોકરીની પીઠ પર બેઠો છે અને ખુશીથી ફોટો પડાવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે વિડીયોમાં દેખાતો આ ભયાનક વાઘ ગુસ્સે થવાને બદલે સજ્જન જેવું વર્તન કરી રહ્યો છે. આ વિડિયો ખરેખર અદ્ભુત છે.

 

View this post on Instagram

 

A post shared by Tiger (@tiger__bigfan)

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘વાઘને નાની ઉંમરથી ઉછેરવાની તાલીમ આપવામાં આવે છે.’ આ વિડીયો જોયા પછી દરેક લોકો દંગ રહી ગયા છે.  એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, ‘OMG…. આ ખૂબ જ ખતરનાક અને ચોંકાવનારું છે, કૃપા કરીને ફરી આવું કરવાનો પ્રયાસ ન કરો.’