અરે…બાપરે…દાદીના મૃત-દેહ સાથે વકીલે કરી શરમજનક હરકત, વિડીયો જોઈને તમારું લોહી ઉકળી જશે

surties

માનવતાને શર્મસાર કરતો અને કાયદાનો ભંગ કરતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહ પરથી કાગળ પર અંગૂઠાની છાપ લેતો જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ એક ખૂબ જ શરમજનક વિડીયો છે જે ઓનલાઈન સામે આવ્યો છે.

ટ્વિટર પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે. વિડીયોમાં કારની પાછળની સીટ પર એક મૃત-દેહ પડેલો જોવા મળી રહ્યો છે, જે એક વૃદ્ધ મહિલાની છે અને એક વકીલ કારના ગેટ પર ઊભેલા જોવા મળી રહ્યા છે અને તેની પાછળ બે લોકો પણ ઉભેલા જોવા મળે છે. કદાચ મૃતકના પરિવારના સભ્યો. આ વકીલ કેટલાક કાગળો પર અંગૂઠાની છાપ લેતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ શરમજનક વિડીયો સામે આવ્યા બાદ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ઉત્તર પ્રદેશના આગ્રાનો જણાવવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર આ વિડીયો વાયરલ થયા બાદ યુઝરનો ગુસ્સો સાતમા આસમાને છે અને તેઓએ યુપી પોલીસને ટેગ કરીને આ સમગ્ર ઘટનાનો જવાબ માંગ્યો છે. વિડીયો જોયા બાદ યુઝર્સે આ અમાનવીય લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનું કહ્યું છે તો બીજી તરફ ઘણા યુઝર્સે આ કહેવાતા વકીલનું લાઇસન્સ રદ કરવાની માંગ કરી છે.