ઉત્તરખંડમાં આજે એક હચમચાવી નાખે તેઓ ગંભીર અક્સમાત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે તે મુજબ કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યા. કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટના માં 2 પાઇલટ સહિત 7 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં 3 છોકરી ગુજરાતના ભાવનગરની હતી. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને માહિતી આપી કે ભાવગરની જે 3 છોકરી હતી તેમનાં નામ હતાં- કૃતિ બારડ, ઉર્વી બારડ અને પૂર્વા રામાનુજ છે.
કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલ છે જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડા પ્રધાનશ્રી @narendramodi તથા મુખ્ય મંત્રીશ્રી @CMOGuj ને વિનંતી છે કે સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે . pic.twitter.com/UUzNMBQ02n
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) October 18, 2022
આજે (મંગળવારે) કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાઇલટ સહિત 7 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022
Leave a Reply
View Comments