જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તમે કોઈને સ્માર્ટફોન ગિફ્ટ કરવા માંગો છો તો થોડી રાહ જુઓ. કારણ કે થોડા જ દિવસોમાં તમે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથેનો સ્માર્ટ ફોન ખરીદી શકશો. Realme ટૂંક સમયમાં ભારતમાં ફ્લેગશિપ મોડલનું વેચાણ શરૂ કરી શકે છે.
Realme એ ત્રણ એડવાન્સ્ડ ચાર્જિંગ ચિપસેટ્સનો સમાવેશ કર્યો છે. કંપનીનો દાવો છે કે GT3ની 4600mAH બેટરી માત્ર 9 મિનિટ 30 સેકન્ડમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે, જે અગાઉના 17 મિનિટના રેકોર્ડને તોડી નાખે છે.
Realme GT3 240W જૂન મહિનામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. Realme GT3 240W ને TDRA અને BIS પ્રમાણપત્ર પણ મળી રહ્યું હોવાના અહેવાલ છે. તેથી, આ સ્માર્ટ ફોનનું વેચાણ વૈશ્વિક સ્તરે ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે. હવે આવો જાણીએ કે આ ફોનમાં કયા ફીચર્સ મળશે.
દરમિયાન, Realme GT3 240W Android 13 અને Realme UI 4.0 સાથે લોડ થશે. તેમાં 144Hz રિફ્રેશ રેટ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે 6.74 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે મળશે. આ મોબાઈલમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે.
Leave a Reply
View Comments