Gujarat : આ રહ્યા એ છ કારણો જેના કારણે ગુજરાતમાં ચૂંટણી દિવાળી પછી જાહેર થઇ શકે છે

These are the six reasons due to which elections in Gujarat may be announced after Diwali
Voting

દેશમાં હવામાન બદલાવા લાગ્યું છે. શિયાળાના સ્વાગતની સાથે ચૂંટણીની મોસમ પણ વળાંક લેવા લાગી છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. પણ ગુજરાતમાં હજી પણ ચૂંટણી યોજાવાને થોડા દિવસોની વાર છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો દિવાળી પછી જ જાહેર થશે. તેની પાછળ 1-2 નહીં પણ 6-6 કારણો છે. ચાલો તમને જણાવીએ.

  1. તારીખ 16 થી 20 ઓક્ટોબર સુધી ચૂંટણી પંચની સમીક્ષા બેઠક છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ ચૂંટણી કમિશનર દિલ્હીથી ગુજરાત આવશે.
  2. ચૂંટણી પંચ દરેક ઝોન પ્રમાણે બેઠક કરીને સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરશે. તેમની મુલાકાત બાદ જ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19-20 ઓક્ટોબરે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદીનો કાર્યક્રમ 19 ઓક્ટોબરે ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં છે.
  4. વડાપ્રધાન મોદી 20 ઓક્ટોબરે મહિસાગર, છોટા ઉદેપુર અને કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. મહિસાગરના છોટા ઉદેપુરમાં કરોડોના વિકાસના કામો અપાઈ શકે છે, આ સિવાય કેવડિયામાં વિદેશ મંત્રાલયના વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન ભાગ લેશે.
  5. આ ઉપરાંત પીએમ મોદી રાજકોટ, જૂનાગઢમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપશે.
  6. બીજું મોટું કારણ છે. ગુજરાતના ગાંધી નગરમાં ડિફેન્સ એક્સ્પો યોજાનાર છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે. ડિફેન્સ એક્સ્પો 18 થી 22 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઈવેન્ટમાં 1135થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે.