ધ કેરલા સ્ટોરી (The Kerala Story) ફિલ્મ હાલ ચર્ચાનો વિષય છે, આ ફિલ્મ વિશે સોશિયલ મીડિય પર પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. “ધ કેરલા સ્ટોરી” આ ફિલ્મ હાલ થિયેટરમાં ખુબજ બહોળા પ્રમાણમાં ચાલી રહ્યું છે અને લોકો પણ જોવા જઈ રહ્યા છે. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. તે જ સમયે ‘ધ કેરલા સ્ટોરી’ ને ઘણા રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
હાલ આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્વારા “ધ કેરલા સ્ટોરી” પિક્ચર ફ્રી માં બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૪ થી ૨૫ વર્ષ ની સ્કુલ અથવા કોલેજ માં અભ્યાસ કરતી દિકરીઓને ધ કેરલા સ્ટોરી બતાવવાનું આયોજન છે.
તારીખ – ૧૨/૦૫/૨૦૨૩ શુક્રવારે સવારે ૯:૦૦ કલાકે સ્થળ – ઘ ફ્રાઈડે સિનેમા, મોટા વરાછા, સુરત. “ધ કેરેલા સ્ટોરી” વધુમાં વધુ બહેનો જોવે તેના માટે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ ફિલ્મની સ્ટોરીથી પ્રભાવિત થયેલા લોકો દ્વારા દેશમાં ઠેક-ઠેકાણે ચા-કોફી સહિત ફ્રી નાસ્તાની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. એક તરફ ફિલ્મના ભારે વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ આ ફિલ્મને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
Leave a Reply
View Comments