શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે લોકો આપઘાતના કરવા મજુર બની જતા હોય તેમજ આવા તત્વો દવારા લોકોં પર અનેક પ્રકારે અત્યાચાર ગુજારવા સહિતના ગંભીર બનાવો સામે આવતા હોય છે જેને ધ્યાને રાખી અને ગેરકાયદેસર વ્યાજખોરોના ત્રાસને અંકુશમાં રાખવા માટે શહેરના ઝોન-5 વિસ્તારમાં એક જ દિવસમાં 28 જેટલા વ્યાજખોરો સામે પોલીસે લાલ આખા કરી તમામની અટક કરી પરેડ કરાવવામાં આવી હતી.
ગુજરાત સરકારના શાહુકાર ધારાના કાયદા હેઠળ લાયસન્સ લીધા વગર પ્રકાયદેસર નાણાં ધિરાણની પ્રવૃત્તિ કરનારા ઝોન-૦૫ વિસ્તારમાં આવેલા ઉત્રાણ ,અમરોલી, જહાંગીરપુરા,રાંદેર,અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનમાં એક દિવસની ઝુંબેશ રાખવામાં આવી હતી.અને ઝોન-૫ કાર્યક્ષેત્ર ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિઓ પર અંકુશ લેવા તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ એક દિવસીય ફાઇલનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય ડ્રાઇવ દરમ્યાન કુલ-૨૮ કેસો કરવામાં આવ્યા અને ૨૮ ગેરકાયદેસર વ્યાજખોરો સામે શાહુકાર ધારા કાયદા હેઠળ કલમ- 40, 42(એ), 42(ડી) વિગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ઉપરાંત ડાયરી નંગ-૩ર, તથા તારીખ વગરના કોરા ચેક નંગ-૩૪, મોબાઇલ નંગ-૦૭ નાની-મોટી બુક નંગ-૧૮ તેમજ સેંકડા ૩.૮૦૦૦. વિગેરે જેવી ચીજ, વસ્તુઓ, હસ્તાવેજો સહીત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિઓથી કેટલીક વાર સમાજમાં નિર્દોષ લોકો આત્મહત્યા કરવા સુધી પ્રેશવા હોવાના બનાવો બનતા હોય છે.આવા સમયે કેટલીકવાર આખું કુટુંબ આ પરિસ્થિતિનો ભોગ બનતો હોય છે.કેટલીકવાર ખુબ ઉંચા દરેથી વ્યાજ વસુલી કરી આવા ઇસમો મિલ્કત પચાવી પાડી માત્મહત્યા કરવા મજબુર કરવા વિગેરે જેવી ગુન્હાહીત પ્રવૃત્તી કરતા હોય છે.અને આવા કુટુંબો આ પરિસ્થિતિનો ભોગ નતા હોય છે.
સુરત શહેરમાં વ્યાજતાંક પ્રવૃત્તિને અંકુશ લેવા માટે ઝોન-૫ નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા દ્વારા ઝોનના પોલીસ સ્ટેશનમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિષે પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ તથા તેના મદદનીશ પોલીસ કમિશ્નર બી.એમ.ચૌધરી, “કે” ડીવીઝન સુરત શહેર તથા અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ તથા તેના મદદનીશ પોલીસ કમિશ્નર એન.પી.ગોહીલ, “એલ” ડીવીઝન સુરત શહેર નાઓને ખાનગીમાં માહીતી મેળવવા સૂચના આપવામાં આવી હતી તથા તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તેમજ ઝોન-૦૫ ના એલ.સી.બી પાસેથી આવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઇસમોની ખાનગી યાદી તૈયાર કરવામાં આવી.
Leave a Reply
View Comments