પ્રતિબંધો હટાવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં સિંગલ સ્ક્રીન થીયેટરમાં રીલીઝ થઇ “The Kerala Story”

"The Kerala Story" released in single screen theaters in West Bengal after restrictions were lifted.
"The Kerala Story" released in single screen theaters in West Bengal after restrictions were lifted.

હવે ધીમે ધીમે ‘ધ કેરળ સ્ટોરી’ માટે પણ બંધ દરવાજા ખુલી રહ્યા છે. વિવાદો બાદ પણ લોકો આ ફિલ્મ જોવા માટે સતત ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બીજી તરફ ‘ધ કેરળ સ્ટોરી’એ પણ કમાણીના મામલામાં મોટી ફિલ્મોને માત આપી છે. ફિલ્મ જોયા બાદ લોકો ‘ધ કેરળ સ્ટોરી’ની વાર્તા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન મેકર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

‘ધ કેરળ સ્ટોરી’ને પશ્ચિમ બંગાળમાં થિયેટર મળ્યું છે. વિવાદો વચ્ચે, અદા શર્માની ફિલ્મ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં બતાવવામાં આવી રહી છે. જો કે, પશ્ચિમ બંગાળમાં ધ કેરળ સ્ટોરી પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયા પહેલા હટાવી લીધો હતો. પરંતુ હજુ પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી. મેકર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સે દાવો કર્યો હતો કે તેમને ફિલ્મ રિલીઝ ન કરવાની ધમકી આપવામાં આવી રહી છે.

પરંતુ હવે આખરે, ‘ધ કેરળ સ્ટોરી’ને ફિલ્મના સંગીત નિર્દેશકના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક થિયેટર મળ્યું છે, જે પશ્ચિમ બંગાળનું છે. જો કે, આ બાબતે, કેટલાક થિયેટર અને મલ્ટીપ્લેક્સના માલિકો કહે છે કે તેમની પાસે આગામી બે અઠવાડિયા માટે કોઈ ખાલી જગ્યા નથી. બધા સ્લોટ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. એટલા માટે તેઓ ધ કેરલા સ્ટોરી રિલીઝ કરવામાં વધુ 2 અઠવાડિયા લેશે.

દિગ્દર્શક સુદીપ્તો સેનની કેરળ સ્ટોરી ISIS દ્વારા બ્રેઈનવોશ કરીને ઈસ્લામમાં પરિવર્તિત થયેલી મહિલાઓની વાર્તા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ એકતરફી વાર્તા કહીને તેનો વિરોધ ચાલુ છે. જો કે અનેક રાજકીય નેતાઓ દ્વારા ફિલ્મને પ્રમોટ કરવાનો પણ આરોપ છે. જે બાદ પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.