‘ભણશો તો નવાબ બનશો અને રમશો તો ખરાબ થઈ જશો.’ એક સમય હતો જ્યારે બાળકો ક્રિકેટ રમતા હતા અને વડીલો એમને એમ કહીને રોકતા હતા. જોકે, હવે એવું નથી. ફ્રેન્ચાઈઝી લીગની શરૂઆત થઈ ત્યારથી, યુવાનોએ આમાં પણ કારકિર્દી શોધવાનું શરૂ કર્યું છે. ફ્રેન્ચાઈઝી લીગના કારણે જ ઘણા યુવા ક્રિકેટરો પોતાના દેશની ટીમમાં પણ જગ્યા બનાવવામાં સફળ થયા છે. પરંતુ, એવા કેટલાક ખેલાડીઓ છે જેઓ હજુ પણ પાઇ-પાઇ પર નિર્ભર છે. તેમાંથી એક છે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સૂરજ રણદીવ. શ્રીલંકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા સૂરજ લાંબા સમયથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલો છે. સમય એ એવો વળાંક લીધો કે આજે સુરજ રણદીવ બસ ડ્રાઈવર તરીકે કામ કરવા મજબૂર છે.
ત્રણેય ફોર્મેટમાં 50 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સૂરજ રણદીવની કહાની તમને પણ ચોંકાવી શકે છે. સૂરજ રણદીવ 2011 ODI વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનો ભાગ હતો. તેણે શ્રીલંકાની ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. સૂરજે 2009માં શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને તેણે 12 ટેસ્ટ, 31 ODI અને 7 T20I રમી છે. તેના નામે ટેસ્ટમાં 43, વનડેમાં 36 અને ટી20માં 7 વિકેટ છે.
સંજોગોએ બસનો ડ્રાઈવર બનાવ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2011માં સુરજ રણદીવને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડેબ્યૂ કરવાની તક મળી. આઈપીએલમાં તેણે 8 મેચમાં 6 વિકેટ ઝડપી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સૂરજે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, પરિસ્થિતિ એવી બની કે હવે તેને અહીં બસ ડ્રાઈવર તરીકે કામ કરવાની ફરજ પડી છે.
આ બંને ખેલાડીઓ બસ ડ્રાઈવર પણ બન્યા હતા
તમને જણાવી દઈએ કે જ્યારે ભારતીય ટીમે 2020માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ત્યારે યજમાન ટીમે સ્પિન બોલરોનો સામનો કરવા માટે સૂરજ રણદીવને નેટ બોલર તરીકે સામેલ કર્યો હતો. સૂરજ રણદીવની સાથે અન્ય બે ખેલાડીઓ પણ છે જેઓ બસ ડ્રાઈવર રહી ચૂક્યા છે. જેમાં શ્રીલંકાના ચિંતકા જયસિંઘે અને ઝિમ્બાબ્વેના વાડિંગ્ટન માવેન્ગાનો સમાવેશ થાય છે.
Leave a Reply
View Comments