સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણીસંગ્રહાલય પાસે આવેલા BRTS બસ સ્ટોપ પર બસમાં આગ લાગી હતી. બસમાં અચાનક આગ લાગતા બસમાં બેઠેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. બસ સ્ટોપ પર બસમાં અચાનક આગ લાગતા શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ ભાગવા લાગ્યા હતા. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સુરતના સરથાણા વિસ્તારમાં સવારના સમયે મોટી સંખ્યામાં શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે. આજે સવારે પણ શાળા-કોલેજ જતી વખતે બસ સ્ટોપ પર જ બીઆરટીએસ બસમાં આગ લાગતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બસમાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા, પરંતુ ધુમાડો નીકળતા જ તેઓ તરત જ નીચે ઉતરી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
બીઆરટીએસ બસ સ્ટોપ પર ઉભેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને કોઈને કંઈ ખબર પડે તે પહેલા જ આગે આખી બસને લપેટમાં લીધી હતી. થોડી જ વારમાં બસમાંથી કાળા ધુમાડા નીકળતા બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. સવારના સમયે મોટી સંખ્યામાં મુસાફરો પણ બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે. આ અંગે ફાયર બ્રિગેડના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થયું નથી.
Leave a Reply
View Comments