ગુજરાત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં હવે ધીમે ધીમે વધારો થતો હોઈ તેવું લાગી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં ઠંડા પવનોની પેટર્ન બદલાઇ રહી છે એન ઠંડી નું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ એક રાતમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડ્યું અને સિઝનમાં પ્રથમ વખત ઠંડી 10 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં 10થી 12 ડિગ્રી તો 10.2 ડિગ્રી સાથે નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર.
ગઇકાલ રાતથી જ ગુજરાત રાજ્યમાં ઠંડીના પ્રમાણનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઠંડીં વધી છે. બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં ઠંડા પવનોની પેટર્ન બદલાઇ છે.
- સુરતમાં – 17.8 ડિગ્રી
- રાજકોટમાં – 13.6 ડિગ્રી
- અમદાવાદમાં – 12.8 ડિગ્રી
- અમરેલીમાં – 14.5 ડિગ્રી
- ગાંધીનંગમાં – 11.9 ડિગ્રી
- જૂનાગઢમાં – 14.5 ડિગ્રી
- કંડલામાં – 15 ડિગ્રી
- નલિયામાં – 8.4 ડિગ્રી
- વડોદરામાં – 13.2 ડિગ્રી
- ભાવનાગમાં – 17 ડિગ્રી
- ભુજમાં – 12 ડિગ્રી
- ડીસામાં – 13.5 ડિગ્રી
- પાટણમાં – 13.5 ડિગ્રી
- પોરબંદરમાં – 15.8 ડિગ્રી
ગુજરાત રાજ્યમાં માં ગઇકાલે રાત અને આજે સવારે લોકો ને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠેર ઠેર લોકો તાપણાં કરતા નજરે ચડ્યા છે અને લોકો ની અવર જવર પણ સ્વેટર અને મફલર સાથે થતી જોવા મળી છે.
સાથે સાથે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ઠંડીનો પારો 10થી 12 ડિગ્રીની વચ્ચે પહોંચ્યો છે. જોકે હજુ પણ ઠંડી વધવાની શકયતા હોવાનું સામે આવ્યું છે.
Disclaimer : વાતાવરણ ફેરફાર થવાના કારણે હવામાનમાં ફેરફાર થઈ છે
Leave a Reply
View Comments