ખુબજ લોકપ્રિય અને ચર્ચિત કોમેડી ડ્રામા શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઆ શો છેલ્લા 14 વર્ષથી ટીવી પર ધૂમ મચાવી રહ્યો છે. તેના તમામ પાત્રો ખાસ કરીને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના ચાહક-ફોલોઇંગ ખુબજ વધારે છે. જેઠાલાલ આ શોનું સૌથી વધારે લોકપ્રિય પાત્ર છે, જે લોકોને ઘણું પસંદ આવે છે. કહી શકાય કે દિલીપને આ રોલને કારણે જ આટલી લોકપ્રિયતા મળી છે. આજના સમયમાં દિલીપ શોમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.
કેલાક અહેવાલો અને મળતી માહિતી મુજબ , જેઠાલાલ રિયલ નેમ ઉર્ફે દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
અંગત જીવનની વાત કરીએ તો દિલીપ જોશીની રિયલ લાઈફ પત્નીનું નામ જયમાલા જોશી છે. તેમને બે બાળકો છે, જેમના નામ નિયતિ અને રિત્વિક છે. અભિનેતાઓ તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે.
‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘દિલ હૈ તુમ્હારા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિલીપ જોશીને જ્યારે ‘તારક મહેતા’ની ઑફર મળી ત્યારે તેણે ના પાડી દીધી હતી. વાસ્તવમાં, જ્યારે દિલીપ જોશીને ‘તારક મહેતા’માં જેઠાલાલની ઑફર મળી, ત્યારે તેઓ બીજા કોઈ શોમાં કામ કરી રહ્યા હતા. એટલા માટે દિલીપે તે સમયે શો ના પાડી દીધો હતો. આ પછી તેણે શોના નિર્માતા અસિત મોદીનો સંપર્ક કર્યો અને પછી જેઠાલાલના રોલ માટે ઓડિશન આપ્યું.
Leave a Reply
View Comments