વધુ એક દિગ્ગજ કલાકાર નું નિધન, રાજુ શ્રીવાસ્તવ ના નિધન સાથે નીકળ્યું કનેક્શન…

Surties - Surat News

વધુ એક ટીવી એક્ટર ના નિધનના સમાચાર સામે આવ્યા છે. જી હા ટીવી એક્ટર સિદ્ધાંત નું હાર્ટ-એટેક ના કારણે નિધન થયા હોવાની ખબર સામે આવી છે. માહિતી એવી સામે આવી રહી છે કે આજે એટલે કે તા.11 નવેમ્બર ના રોજ સવારે જિમમાં વર્કઆઉટ કરતા સમયે ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો.

Surties - Surat News

જિમ માં ચક્કર આવ્યા બાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને હોશ માં લાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ભાનમાં ના આવતાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પહેલાં રાજુ શ્રીવાસ્તવ, દીપેશ ભાનનું પણ જિમમાં વર્કઆઉટ કર્યા બાદ અવસાન થયું હતું. સિદ્ધાંતને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટર્સે સારવાર કરી અને અંતે 12.31 વાગે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

Surties - Surat News

સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને સાથે સાથે તેણે સિરિયલ ‘કુસુમ’થી તેણે ટીવી ડેબ્યુ કર્યું હતું. સિદ્ધાંતે અનેક સિરિયલોમાં કામ કર્યું છે જેમકે ‘ક્યા દિલ મેં હૈ’, ‘કૃષ્ણા અર્જુન’,’ કસૌટી જિંદગી કી’ પણ છે. સિદ્ધાંતના છેલ્લા ટીવી શો ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ તથા ‘જિદ્દી દિલ’ હતા.